Tour Detail

BFP8 - PANCHMADHI

  • 8 days / 7 night
  • North

View Gujarati Template

DayTour PlaceIternaryNight Hold
1 DepartureDeparture from Rajkot at 12:00 PM Ahmedabad at 5:00 PM Vadodara at 8:00 PMNight travel
2IndoreOmkaleshwar Jyotirling Darshan, Shopping, Indore Rest Break, Voluntary excursionIndore
3IndoreFrom Indore to Panchmadhi, possible Mandavgarh visitNight travel in Bus
4 Panchmarhi/PipliaA famous hill station of Madhya Pradesh at an altitude of 3,500 ft. Enjoy the natural beauty, natural greenery, spring-waterfall bathing pleasure.....SightseeingPanchmarhi/Piplia
5Panchmarhi/PipliaPandav Cave- Mahadev Dhupgarh Vihar-Beforce Falls- Jatashankar Mahadev- Museum Lake Children Park- Vihar Kund Jambudvip Visit by JeepPanchmarhi/Piplia
6 Panchmarhi/PipliaEarly morning departure from Panchmarhi-Piplia to Bhelaghat, boating in the river between Aras hills and enjoying Narmada river by ropeway, leave for Ujjain.Night travel
7Ujjain AC RoomOmkareshwar Jyotirling and Kalabhairav ​​Mandir, Seepara Bath, Rest Break, Voluntary excursionUjjain AC Room
8arrivalFrom Ujjain to Ahmedabad- Rajkotarrival
ACRate
2-Person, 2-Seat -Single Room30,000.00
Month(Non-AC)Date
May5,10,15,20,25,30
September1,2,3,4,5,6,7,8,9
Month(AC)Date
April5,10,15,20,25,30

બુકિંગ વ્યવસ્થા

  •         પ્રવાસમાં બુકિંગસમયે એક વ્યક્તિ દીઠ રૂપિયા 5000/-(અંકે પાંચ હજાર)( નોંધ રિફંડેબલ/ નોન ટ્રાન્સફરરેબલ) તથા બાકીની રકમ પ્રવાસ ઉપાડવાના દસ દિવસપહેલા રોકડા પુરા ભરવાના રહેશે

  •         પાંચ વર્ષ સુધીનાબાળકો ફ્રી.... ફ્રી.... ફ્રી....

  •         જીએસટી ટેક્સટિકિટના દર ઉપર અલગથી આપવાનો રહેશે

ભોજન વ્યવસ્થા :

  •          પ્રવાસ દરમિયાનસવારે- ચા કોફી નાસ્તો, બપોરે- ગુજરાતી ભોજન, સાંજે- હળવુંભોજન - શુદ્ધ ગુજરાતી શાકાહારી આપવામાં આવશે.

  •          કંપનીનું પોતાનુંકેટરિંગ (રસોડું) સાથે રહેશે.

  •          ભોજન વ્યવસ્થાબુફે રહેશે.

  •          મુસાફરી દરમિયાનરસ્તામાં ધાબા, મંદિર, પંપ ,વગેરે જગ્યાએ બસ ઊભી રાખી જમવાનું બનાવવામાં આવશે.

  •          સ્વામિનારાયણ તથાજૈન પ્રવાસી માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે .

  •           કોઈપણ પ્રકારનીરૂમ સર્વિસ તેમજ એક્સ્ટ્રા સર્વિસ મળશે નહીં .

  •          બસ પ્રવાસમાંછેલ્લા દિવસનો નાસ્તો અને જમવાનું સ્વખર્ચે રહેશે.

રહેઠાણ વ્યવસ્થા

·       સાદી અને સારી, સ્ટાર વગરની, રેગ્યુલર ગ્રેડની ,અટેચ બાથ સાથેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા.

·       જે ફેમિલી ત્રીજીવ્યક્તિની ટિકિટ ભરેલ હશે તે ફેમિલી પોતાના ત્રીજી વ્યક્તિનોસમાવેશ પોતાના રૂમમાં કરવાનો રહેશે .

·       એક રૂમ ફક્ત એક જએક્સ્ટ્રા બેડિંગ(પલંગ વગર) આપવામાં આવશે.

·       હોટેલના નિયમ મુજબ રૂમમાં ચેક-ઇન,ચેક-આઉટ કરવાનોરહેશે.

·       હોટલમાં કરેલનુકસાની પ્રવાસીએ જાતે જ તે જ સ્થળે રોકડમાં ચૂકવવાની રહેશે.

·       દરેક જગ્યાએ હોટલસુવિધા એક સરખી હોતી નથી.

·       સીટી અંદર-બહારએક સાથે તેમજ અલગ-અલગ બે ત્રણ હોટલમાં રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવશે.

·       દરેકને એક સરખારૂમ મળશે નહીં.

·       હોટલમાં નહાવામાટે સાબુ, ટુવાલ,શેમ્પૂ,અંગત જરૂરિયાતની પોતાની વસ્તુઓ વાપરવાની રહેશે.

વાહન વ્યવસ્થા

  •         કંપનીનામેનેજમેન્ટ હેઠળ પોતાની અથવા અન્ય ટ્રાવેલ્સની પ્રવાસીઓની સંખ્યા મુજબ એટલી જસીટની બસ ભાડે લઈ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

  •          મોટા શહેરોમાંજોવાલાયક સ્થળોએ સાઇટ સીન માં એક જ વખત બસ જશે.

  •          સંજોગો વસાતકોઈપણ સ્થળ - જાહેર રજા અથવા કોઈ પણકારણસર બંધ રહેશે તો બસ ફરી લઈ જવામાં આવશે નહીં.

  •          સોમવારે દિલ્હી, શુક્રવારે આગરા બંધ રહે છે.

  •          બસ જ્યાં સુધી જઈશકતી હોય ત્યાં સુધી લઈ જવામાં આવશે.ત્યાંથી પ્રવાસીએ નાના વાહનમાં સ્વખર્ચેજવાનું રહેશે.

  •          નો એન્ટ્રીમાં બસલઈ જવામાં આવશે નહીં.

  •          બસ પ્રવાસીઓનાલગેજ બસમાં રહેશે.ચડાવવા ઉતારવાની વ્યવસ્થાકંપનીના માણસો દ્વારા થશે.

  •          બસથી રૂમ સુધી લઈજવા અને લાવવાની જવાબદારી પ્રવાસીઓની પોતાની રહેશે.

એસી બસ માટે નિયમો

  •          પ્રવાસ દરમિયાનએસી બસમાં મિકેનિકલ અવરોધ આવશે અને એસી રીપેર થઈ શકે નહીં તો રિફંડ કે વળતર મળશેનહીં. તેમજ ચાલુ પ્રવાસે રસ્તામાં બીજી બસ બદલાશે નહીં.

  •          જે બસમાં એસી બંધથશે તે જ બસમાં નોન એસી માં મુસાફરી કરવાની રહેશે.

  •          ઉનાળાની ગરમીમાંતાપમાન વધારે ગરમ રહેતું હોવાથી બસના પતરા અને કાચ ગરમ થઇ જાય છે. તેવા સંજોગોમાંબસમાં સામાન્ય ઠંડક જળવાઈ રહેશે.

  •          એસી બસમાં વધારેકુલિંગની અપેક્ષા રાખવી નહીં અને કુલીંગ નોર્મલ જળવાઈ રહેશે તેની ગ્રાહકોએ નોંધલેવી.

  •          એસી બસમાં અને નોન એસી બસમાં રહેઠાણ વ્યવસ્થા ભોજન વ્યવસ્થાઅને આપવામાં આવતી સગવડો સરખી જ હોય છે. ફક્ત એસી બસ સિવાય બીજી કોઈપણ જાતનીવધારાની સગવડ આપવામાં આવતી નથી.

  •          પહાડી રસ્તાનીમુસાફરી દરમિયાન એસી, બસમાં બંધ રાખવામાં આવશે.

  •          જે બસમાં વધારેબુકિંગ હશે તે જ બસ ઉપડશે. તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરી લેવામાં આવશે .દા.ત .એસી બસમાં વધારે બુકિંગ હોય અથવા નોન એસી બસમાં વધારે બુકિંગ હોય તો તે જ બસઉપડશે અને તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરવામાં આવશે.

અંગત ખર્ચ

·       મિનરલ વોટર,પ્રીમિયમ મેડિકલ ખર્ચ,જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી , બોટીંગ, રાઇડિંગ ,શિકારા, હાઉસ બોટ,સ્વિમિંગ,ટટુ,ડોલી, ઘોડા, કુલી,મજૂરી,ગાઈડ,રૂમ હીટર, એર કન્ડિશન, ઓકટ્રોય, કસ્ટમ ડ્યુટી,રીક્ષા,સુમો વગેરે વિહિકલ ખર્ચ,લોન્ડ્રી,ગરમ પાણી,સાબુ,શેમ્પૂ ,ટુવાલ ,ટેલીફોન તથામોબાઇલખર્ચ સમાવેશ ટિકિટમાં કરેલ નથી.

પ્રવાસ બુકિંગ કેન્સલ કરાવવા સંબંધિત નિયમો

  •          ટુર કેન્સલકરાવવા પેસેન્જર એ અરજી લેખિતમાં/મેલમાં/વહાર્ટસપમાં જે ઓફિસે બુકિંગ કરાવ્યું હોયતે ઓફિસે અરજી આપવાની રહેશે.

  •          ફોન ઉપર બુકિંગકેન્સલ તેમજ ફેરફાર કરવામાં આવશે નહીં.

  •          અરજી મળ્યા પછીનીચેની શરતો મુજબ રકમ આપવામાં આવશે.

  •          1)રૂપિયા 5000/-પ્રતિ સીટ દીઠ(નોન રિફન્ડેબલ/ટ્રાન્સફરેબલ).

  •          2) ઉપડવાના પાંચ દિવસ અગાઉ ટોટલ રકમની 50% રકમ કપાશે.

  •          3) ટુર ઉપડવાના ત્રણ દિવસ અગાઉ ટોટલ રકમની ૭૫% રકમકપાશે ત્યારબાદ કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

  •          ચાલુ પ્રવાસ દરમિયાન કોઈપણ સંજોગોમાં પ્રવાસ છોડીદેનાર તથા કેન્સલ કરનારને કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

સામાન્ય માહિતી

  •          પ્રવાસ રદ,કેન્સલ.મોકૂફ કરવાની સંપૂર્ણ સત્તા સંચાલક ની રહેશે.

  •          પ્રવાસ ઉપડવાનીબાબતે ચોક્કસ તારીખ સમયમાં ફેરફાર અંગેની માહિતી બે દિવસ અગાઉ દરેક પ્રવાસીએરૂબરૂમાં/ ટેલીફોન થી ઓફિસ સમયમાં મેળવી લેવી.

  •          બસ ખરાબી અકસ્માતદરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

  •          કોઈપણ જાતના અકસ્માતમાંકંપની તરફથી વળતર કે રિફંડ મળશેનહીં.

  •          પ્રવાસીઓએ પોતાનાજોખમે જ પ્રવાસ કરવાનો રહેશે.

  •          લૂંટફાટ,ભાંગફોડ,ચોરી,અકસ્માત,મૃત્યુ કે નુકસાન થાય તેવા સંજોગોમાં કોઈ પ્રવાસ રદ મોકૂફ કરવો, પ્રવાસમાં જરૂરી ફેરફારો,હોટલમાં રૂમ ના મળે તેવા સંજોગોમાં વ્યવસ્થામાંફેરફાર કરવાનો સંચાલકને તેમજ ટૂર મેનેજરને સંપૂર્ણ હક રહેશે.

  •          બસ પ્રવાસ હોવાથીવહેલા-મોડા તેમજ જમવાનું મોડું થવાની શક્યતા રહે છે.

  •          કોઈપણ કારણસરપ્રવાસ અટકશે તો ટ્રેન, ડેઇલી સર્વિસ તથા બીજા વાહન થી પ્રવાસ પૂરોકરાવવા પ્રયત્ન કરવામાં આવશે અને જો દિવસમાં વધારો કરવામાં આવશે તો પ્રવાસી દીઠ એકદિવસના રૂપિયા 1500/- ટુર મેનેજર ને આપવાના રહેશે.

  •          સ્વેચ્છાએ પ્રવાસછોડી જનાર તથા કેન્સલ કરનારે રિફંડ કે વળતર મળશે નહીં.

  •          પ્રવાસ સંચાલનમાંઅવરોધ ઊભા કરનારને કે ઉશ્કેરણી જનક કે ખરાબ વર્તન કરનાર ,સમયસર ન આવનાર,પ્રતિબંધિત ચીજ વસ્તુ લાવનારને રસ્તામાં ઉતારીદેવામાં આવશે.

  •          પ્રવાસ એસર્વિસનો ધંધો છે તથા વિવિધ સંસ્થાઓ ની સેવાઓનો લાભ લેવામાં આવે છે.તેમાં અમારાકાબુબહારના સંજોગોમાં અગવડતા પડવાની સંભાવના છે .

  •          પ્રવાસ દરમિયાનદરેક પ્રવાસીએ સહનશીલતા રાખવાની રહેશે .

  •          રોગ પીડિત કેમાનસિક અસર થતી હોય તેવાકોમળ પ્રકૃતિ વાળા પ્રવાસીઓએ પ્રવાસમાં સામેલ ના થવું.

  •          પ્રવાસીઓએસ્ટાફના સભ્ય સાથે સભ્યતા,શિસ્તપાલન,સંયમ પૂર્વક વતનકરવાનું રહેશે.

  •          કોઈપણ જાતનીફરિયાદ સૂચન ઓફિસમાં ચાલુ પ્રવાસે જાણ કરવા વિનંતી.

  •          પ્રવાસીઓએ પ્રવાસદરમિયાન સ્ટાફની કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય કે અન્ય લેવડદેવડ કરવી નહીં,તે અંગે અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.

  •          પ્રવાસીઓએ નીતિનિયમો અગવડતા વગેરે રૂબરૂ મૌખિક માં તથા વાંચીને સમજીને વિગતવાર ખુલાસો મેળવ્યાબાદ અમારા નિયમોને અગવડતા વગેરે અંગે કોઈપણ જાતનો વાંધો કે ગેરસમજ થતી હોય તોપહેલા ખુલાસો કરીને જ બુકિંગ કરાવવું .

  •          ત્યારબાદ કોઈપણજાતની તકરાર-દલીલ ચાલશે નહીં.

  •          પ્રવાસીઓ અમારાનીતિ નિયમો પાળવા બંધાયેલા છે.

  •          પ્રવાસનેઅવિસ્મરણીય આનંદદાયક સફળ બનાવવા આપ સૌનો સાથ સહકાર ઘણો જ જરૂરી છે.