Tour Detail

BFG9 - Goa-Lonavala-Mahabaleshwar-Imagica

  • 9 days / 8 night
  • North

View Gujarati Template

DayTour PlaceIternaryNight Hold
1 DepartureDeparts Rajkot at 7:00 AM, Ahmedabad at 1:00 PM, Baroda at 4:00 PM, Surat at 7:00 PM for LonavalaNight travel
2LonavalaLonavala Morning Tea Breakfast Local Site Scene, Khandala Museum, Rest Break, Voluntary excursion Chiki ShoppingLonavala
3LonavalaFrom Lonavala, have morning tea, visit Imagica Park, visit Aqua Imagica Park in the evening, take lunch and leave for Goa.Night travel
4GoaArrival in Goa, Rest Break, Voluntary excursion (goa hotel check in time 12:00 hrs room will be available)Goa (AC Room)
5GoaEnjoy Goa sight scene, Fort Aguda, St. Francis Church, Dolphin Show, Dancing Boat CruiseGoa (AC Room)
6Goa10:00 a.m. room check out tea breakfast visit Calangute, Dona Pavla, Mira Mar beach, shop in Panjim market, buy cashews and leave for MahabaleshwarNight travel
7Mahabaleshwar/PanchaginiArrival at Mahabaleshwar, sight seeing, market shopping, Veena Lake visit - Voluntary excursionMahabaleshwar/Panchagini
9arrivalArrive Ahmedabad early in the morning, Rajkot in the afternoonarrival
Non ACRate
2-Person, 2-Seat -Single Room28,000.00
Extra Person with Seat & Mattress (Above 10 Years)11,000.00
Extra Person without Seat & Mattress (5 to 10 Years)9,000.00
ACRate
2-Person, 2-Seat -Single Room32,000.00
Extra Person with Seat & Mattress (Above 10 Years)13,000.00
Extra Person without Seat & Mattress (5 to 10 Years)11,000.00
Month(Non-AC)Date
September1,2,3,4,5,6,7,8,9
Month(AC)Date
May5-10-15
બુકિંગ વ્યવસ્થા
·  પ્રવાસમાં બુકિંગ સમયે એક વ્યક્તિ દીઠ રૂપિયા 5000/-(અંકે પાંચ હજાર )( નોંધ રિફંડેબલ/ નોન ટ્રાન્સફરરેબલ) તથા બાકીની રકમ પ્રવાસ ઉપાડવાના દસ દિવસ પહેલા રોકડા પુરા ભરવાના રહેશે
·  પાંચ વર્ષ સુધીના બાળકો ફ્રી.... ફ્રી.... ફ્રી....
·  જીએસટી ટેક્સ ટિકિટના દર ઉપર અલગથી આપવાનો રહેશે

ભોજન વ્યવસ્થા
·  પ્રવાસ દરમિયાન સવારે- ચા કોફી નાસ્તો, બપોરે- ગુજરાતી ભોજન, સાંજે- હળવું ભોજન - શુદ્ધ ગુજરાતી શાકાહારી આપવામાં આવશે.
·  કંપનીનું પોતાનું કેટરિંગ (રસોડું) સાથે રહેશે.
·  ભોજન વ્યવસ્થા બુફે રહેશે.
·  મુસાફરી દરમિયાન રસ્તામાં ધાબા, મંદિર, પંપ ,વગેરે જગ્યાએ બસ ઊભી રાખી જમવાનું બનાવવામાં આવશે.
·  સ્વામિનારાયણ તથા જૈન પ્રવાસી માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે .
·  કોઈપણ પ્રકારની રૂમ સર્વિસ તેમજ એક્સ્ટ્રા સર્વિસ મળશે નહીં .
·  બસ પ્રવાસમાં છેલ્લા દિવસનો નાસ્તો અને જમવાનું સ્વખર્ચે રહેશે.

રહેઠાણ વ્યવસ્થા
·  સાદી અને સારી, સ્ટાર વગરની, રેગ્યુલર ગ્રેડની ,અટેચ બાથ સાથેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા.
·  જે ફેમિલી ત્રીજી વ્યક્તિની ટિકિટ ₹ ભરેલ હશે તે ફેમિલી પોતાના ત્રીજી વ્યક્તિનો સમાવેશ પોતાના રૂમમાં કરવાનો રહેશે .
·  એક રૂમ ફક્ત એક જ એક્સ્ટ્રા બેડિંગ(પલંગ વગર) આપવામાં આવશે.
·  હોટેલના નિયમ મુજબ રૂમમાં ચેક-ઇન,ચેક-આઉટ કરવાનો રહેશે.
·  હોટલમાં કરેલ નુકસાની પ્રવાસીએ જાતે જ તે જ સ્થળે રોકડમાં ચૂકવવાની રહેશે.
·  દરેક જગ્યાએ હોટલ સુવિધા એક સરખી હોતી નથી.
·  સીટી અંદર-બહાર એક સાથે તેમજ અલગ-અલગ બે ત્રણ હોટલમાં  રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવશે.
·  દરેકને એક સરખા રૂમ મળશે નહીં.
·  હોટલમાં નહાવા માટે સાબુ, ટુવાલ,શેમ્પૂ,અંગત જરૂરિયાતની પોતાની વસ્તુઓ વાપરવાની રહેશે.

વાહન વ્યવસ્થા
·  કંપનીના મેનેજમેન્ટ હેઠળ પોતાની અથવા અન્ય ટ્રાવેલ્સની પ્રવાસીઓની સંખ્યા મુજબ એટલી જ સીટની બસ ભાડે લઈ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.
·  મોટા શહેરોમાં જોવાલાયક સ્થળોએ સાઇટ સીન માં એક જ વખત બસ જશે.
·  સંજોગો વસાત કોઈપણ સ્થળ - જાહેર રજા અથવા કોઈ પણ કારણસર બંધ રહેશે તો બસ ફરી લઈ જવામાં આવશે નહીં.
·  સોમવારે દિલ્હી, શુક્રવારે આગરા બંધ રહે છે.
·  બસ જ્યાં સુધી જઈ શકતી હોય ત્યાં સુધી લઈ જવામાં આવશે.ત્યાંથી પ્રવાસીએ નાના વાહનમાં સ્વખર્ચે જવાનું રહેશે.
·  નો એન્ટ્રીમાં બસ લઈ જવામાં આવશે નહીં.
·  બસ પ્રવાસીઓના લગેજ બસમાં રહેશે.ચડાવવા ઉતારવાની વ્યવસ્થા કંપનીના માણસો દ્વારા થશે.
·  બસથી રૂમ સુધી લઈ જવા અને લાવવાની જવાબદારી પ્રવાસીઓની પોતાની રહેશે.

એસી બસ માટે નિયમો
·  પ્રવાસ દરમિયાન એસી બસમાં મિકેનિકલ અવરોધ આવશે અને એસી રીપેર થઈ શકે નહીં તો રિફંડ કે વળતર મળશે નહીં. તેમજ ચાલુ પ્રવાસે રસ્તામાં બીજી બસ બદલાશે નહીં.
·  જે બસમાં એસી બંધ થશે તે જ બસમાં નોન એસી માં મુસાફરી કરવાની રહેશે.
·  ઉનાળાની ગરમીમાં તાપમાન વધારે ગરમ રહેતું હોવાથી બસના પતરા અને કાચ ગરમ થઇ જાય છે. તેવા સંજોગોમાં બસમાં સામાન્ય ઠંડક જળવાઈ રહેશે.
·  એસી બસમાં વધારે કુલિંગની અપેક્ષા રાખવી નહીં અને કુલીંગ નોર્મલ જળવાઈ રહેશે તેની ગ્રાહકોએ નોંધ લેવી.
·  એસી બસમાં અને નોન એસી બસમાં રહેઠાણ વ્યવસ્થા ભોજન વ્યવસ્થા અને આપવામાં આવતી સગવડો સરખી જ હોય છે. ફક્ત એસી બસ સિવાય બીજી કોઈપણ જાતની વધારાની સગવડ આપવામાં આવતી નથી.
·  પહાડી રસ્તાની મુસાફરી દરમિયાન એસી, બસમાં બંધ રાખવામાં આવશે.
·  જે બસમાં વધારે બુકિંગ હશે તે જ બસ ઉપડશે. તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરી લેવામાં આવશે . દા.ત .એસી બસમાં વધારે બુકિંગ હોય અથવા નોન એસી બસમાં વધારે બુકિંગ હોય તો તે જ બસ ઉપડશે અને તે પ્રમાણે ભાવ તફાવતની લેવડદેવડ કરવામાં આવશે.

અંગત ખર્ચ
·  મિનરલ વોટર,પ્રીમિયમ મેડિકલ ખર્ચ,જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી , બોટીંગ, રાઇડિંગ ,શિકારા, હાઉસ બોટ,સ્વિમિંગ,ટટુ,ડોલી, ઘોડા, કુલી,મજૂરી,ગાઈડ,રૂમ હીટર, એર કન્ડિશન, ઓકટ્રોય, કસ્ટમ ડ્યુટી,રીક્ષા,સુમો વગેરે વિહિકલ ખર્ચ,લોન્ડ્રી,ગરમ પાણી,સાબુ,શેમ્પૂ ,ટુવાલ ,ટેલીફોન તથા મોબાઇલખર્ચ સમાવેશ ટિકિટમાં કરેલ નથી.

પ્રવાસ બુકિંગ કેન્સલ કરાવવા સંબંધિત નિયમો
·  ટુર કેન્સલ કરાવવા પેસેન્જર એ અરજી લેખિતમાં/મેલમાં/વહાર્ટસપમાં જે ઓફિસે બુકિંગ કરાવ્યું હોય તે ઓફિસે અરજી આપવાની રહેશે.
·  ફોન ઉપર બુકિંગ કેન્સલ તેમજ ફેરફાર કરવામાં આવશે નહીં.
·  અરજી મળ્યા પછી નીચેની શરતો મુજબ રકમ આપવામાં આવશે.
·  1)રૂપિયા 5000/-પ્રતિ સીટ દીઠ (નોન રિફન્ડેબલ/ટ્રાન્સફરેબલ).
·  2) ઉપડવાના પાંચ દિવસ અગાઉ ટોટલ રકમની 50% રકમ કપાશે.
·  3) ટુર ઉપડવાના ત્રણ દિવસ અગાઉ ટોટલ રકમની ૭૫% રકમ કપાશે ત્યારબાદ કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.
·  ચાલુ પ્રવાસ દરમિયાન કોઈપણ સંજોગોમાં પ્રવાસ છોડી દેનાર તથા કેન્સલ કરનારને કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

સામાન્ય માહિતી
·  પ્રવાસ રદ,કેન્સલ.મોકૂફ કરવાની સંપૂર્ણ સત્તા સંચાલક ની રહેશે.
·  પ્રવાસ ઉપડવાની બાબતે ચોક્કસ તારીખ સમયમાં ફેરફાર અંગેની માહિતી બે દિવસ અગાઉ દરેક પ્રવાસીએ રૂબરૂમાં/ ટેલીફોન થી ઓફિસ સમયમાં મેળવી લેવી.
·  બસ ખરાબી અકસ્માત દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
·  કોઈપણ જાતના અકસ્માતમાં કંપની તરફથી વળતર કે રિફંડ મળશે નહીં.
·  પ્રવાસીઓએ પોતાના જોખમે જ પ્રવાસ કરવાનો રહેશે.
·  લૂંટફાટ,ભાંગફોડ,ચોરી,અકસ્માત,મૃત્યુ કે નુકસાન થાય તેવા સંજોગોમાં કોઈ પ્રવાસ રદ મોકૂફ કરવો, પ્રવાસમાં જરૂરી ફેરફારો,હોટલમાં રૂમ ના મળે તેવા સંજોગોમાં વ્યવસ્થામાં ફેરફાર કરવાનો સંચાલકને તેમજ ટૂર મેનેજરને સંપૂર્ણ હક રહેશે.
·  બસ પ્રવાસ હોવાથી વહેલા-મોડા તેમજ જમવાનું મોડું થવાની શક્યતા રહે છે.
·  કોઈપણ કારણસર પ્રવાસ અટકશે તો ટ્રેન, ડેઇલી સર્વિસ તથા બીજા વાહન થી પ્રવાસ પૂરો કરાવવા પ્રયત્ન કરવામાં આવશે અને જો દિવસમાં વધારો કરવામાં આવશે તો પ્રવાસી દીઠ એક દિવસના રૂપિયા 1500/- ટુર મેનેજર ને આપવાના રહેશે.
·  સ્વેચ્છાએ પ્રવાસ છોડી જનાર તથા કેન્સલ કરનારે રિફંડ કે વળતર મળશે નહીં.
·  પ્રવાસ સંચાલનમાં અવરોધ ઊભા કરનારને કે ઉશ્કેરણી જનક કે ખરાબ વર્તન કરનાર ,સમયસર ન આવનાર,પ્રતિબંધિત ચીજ વસ્તુ લાવનારને રસ્તામાં ઉતારી દેવામાં આવશે.
·  પ્રવાસ એ સર્વિસનો ધંધો છે તથા વિવિધ સંસ્થાઓ ની સેવાઓનો લાભ લેવામાં આવે છે.તેમાં અમારા કાબુબહારના સંજોગોમાં અગવડતા પડવાની સંભાવના છે .
·  પ્રવાસ દરમિયાન દરેક પ્રવાસીએ સહનશીલતા રાખવાની રહેશે .
·  રોગ પીડિત કે માનસિક અસર થતી હોય તેવાકોમળ પ્રકૃતિ વાળા પ્રવાસીઓએ પ્રવાસમાં સામેલ ના થવું.
·  પ્રવાસીઓએ સ્ટાફના સભ્ય સાથે સભ્યતા,શિસ્તપાલન,સંયમ પૂર્વક વતન કરવાનું રહેશે.
·  કોઈપણ જાતની ફરિયાદ સૂચન ઓફિસમાં ચાલુ પ્રવાસે જાણ કરવા વિનંતી.
·  પ્રવાસીઓએ પ્રવાસ દરમિયાન સ્ટાફની કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય કે અન્ય લેવડદેવડ કરવી નહીં,તે અંગે અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.
·  પ્રવાસીઓએ નીતિ નિયમો અગવડતા વગેરે રૂબરૂ મૌખિક માં તથા વાંચીને સમજીને વિગતવાર ખુલાસો મેળવ્યા બાદ અમારા નિયમોને અગવડતા વગેરે અંગે કોઈપણ જાતનો વાંધો કે ગેરસમજ થતી હોય તો પહેલા ખુલાસો કરીને જ બુકિંગ કરાવવું .
·  ત્યારબાદ કોઈપણ જાતની તકરાર-દલીલ ચાલશે નહીં.
·  પ્રવાસીઓ અમારા નીતિ નિયમો પાળવા બંધાયેલા છે.
·  પ્રવાસને અવિસ્મરણીય આનંદદાયક સફળ બનાવવા આપ સૌનો સાથ સહકાર ઘણો જ જરૂરી છે.