Tour Detail

BFKL16 - Kerela

  • 16 days / 15 night
  • North


DayTour PlaceIternaryNight Hold
1રાજકોટરાજકોટથી રાત્રે 10 વાગે, સવારે 4 વાગે અમદાવાદથી, 6 વાગે વડોદરાથી, સવારે 9 વાગે સુરતથી, લોનાવાલા રાત્રે આગમન. રાત્રી રોકાણ લોનાવાલા.લોનાવાલા
2લોનાવાલાલોનાવાલાના લોકલ સાઇટસીન (ખંડાલા વિઝિટ, ચીકી ની ખરીદી, વોક્સ મ્યૂઝિમ...સ્વખર્ચે) કરી, બપોરે જમીને મૈસુર જવા રવાના. રાત્રી મુસાફરી બસમાં.રાત્રી મુસાફરી
3 મૈસુરમૈસુર લોકલ સાઇટસીન (ચામુંડા શક્તિપીઠ, સિટી પેલેસ, વૃંદાવન ગાર્ડન, શોપિંગ...સ્વખર્ચે) કરી, રાત્રી રોકાણ મૈસુર.મૈસુર
4મુસાફરીમૈસુરથી ત્રિવેન્દ્રમ જવા રવાના. રાત્રી મુસાફરી બસમાં.રાત્રી મુસાફરી
5ત્રિવેન્દ્રમત્રિવેન્દ્રમ લોકલ સાઇટસીન (શ્રી પદ્મનાથ મંદિર, અસુલમ લેક, નેપિયરવેલી, કોવાલમ બીચ...સ્વખર્ચે). રાત્રી રોકાણ ત્રિવેન્દ્રમત્રિવેન્દ્રમ
6કન્યાકુમારીકન્યાકુમારી સાઇટસીન (શ્રી પરાશક્તિ દેવી શક્તિ પીઠ, ત્રિવેણી સંગમ માં સમુદ્ર સ્નાન, વિવેકાનંદ રોક, શોપિંગ / કોવાલમ સાઇટસીન...સ્વખર્ચે) રાત્રી રોકાણ ત્રિવેન્દ્રમ.ત્રિવેન્દ્રમ
7એલપ્પીત્રિવેન્દ્રમ થી એલપ્પી આગમન (ખજૂર, નારિયેળના વૃક્ષોનું સૌંદર્ય અને લેકમાં વોટર રાઈડની સાઈટસીન...સ્વખર્ચે) રાત્રી રોકાણ એલપ્પી.એલપ્પી
8થેક્કડીએલપ્પી થી થેક્કડી (થેક્કડી હિલ સ્ટેશન, સ્પાઇસ ગાર્ડન, પેરિયાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી, નૌકા વિહાર બોટિંગ સાઇટસીન ફોર વિલરમાં સ્વખર્ચે). રાત્રી રોકાણ થેક્કડી.થેક્કડી
9મુન્નારથેક્કડી થી મુન્નાર. દક્ષિણ ભારતનું રમણીય સુંદર હિલ સ્ટેશનના સાઈટસીન, ચા ના બગીચા, ઈકો પોઇન્ટ, રાજા મલાઈ વાઈલ્ડ સેન્ચ્યુરી પાર્ક વિઝિટ, ઇન્ડોર સ્વિઝ, કેટરલ રોડ પર શોપિંગ... સ્વખર્ચે. રાત્રી રોકાણ મુન્નાર.મુન્નાર
10મુન્નારમુન્નાર લોકલ સાઇટસીન કરી, કોચી જવા રવાના. રાત્રી રોકાણ કોચીન.કોચીન
11કોચીનકોચીન સાઈટસીન(શિવ મંદિર, મ્યૂઝિમ, આઇસલેન્ડ...સ્વખર્ચે) કરી, હૈદરાબાદ જવા રવાના. રાત્રી મુસાફરી બસમાંરાત્રી મુસાફરી
12હૈદરાબાદહૈદરાબાદ લોકલ સાઇટસીન (ચાર મિનાર, સોલારજંગ મ્યૂઝિમ...સ્વખર્ચે). રાત્રી રોકાણ હૈદરાબાદ.હૈદરાબાદ
13હૈદરાબાદરામોજી ફિલ્મ સ્ટુડિયો કરી, નાસિક જવા રવાના રાત્રી મુસાફરી બસમાં.રાત્રી મુસાફરી
14નાસિકનાસિક લોકલ સાઈટ સીન કરી (ગોદાવરી સ્નાન, પંચવટી, તપોવન, લક્ષ્મણરેખા, સીતાગુફા દર્શન...સ્વખર્ચે), રાત્રી રોકાણ નાસિક.નાસિક
15સાપુતારાનાસિકથી સાપુતારા સાઇટસીન (શ્રી સ્વામીનારાયણ મંદિર /શ્રી ગજાણિષેક,/જૈન તિર્થ મંદિર,/શ્રી અષ્ટવિનાયક ગણેશ ભગવાનનું, મંદિર/શિવ મંદિર/રોજગાર્ડન/માછલીધર / મ્યુઝીયમ, સાપુતારા લેકમાં નૌકા વિહાર (બોટીંગ)...સ્વખર્ચે) કરી રાજકોટ આવવા રવાના.રાત્રી મુસાફરી
16રાજકોટસુખદ આગમન.--

બુકિંગ વ્યવસ્થા

  •         પ્રવાસમાં બુકિંગ સમયે એક વ્યક્તિ દીઠ રૂપિયા 5000/-(અંકે પાંચ હજાર)( નોંધ રિફંડેબલ/ નોન ટ્રાન્સફરરેબલ) તથા બાકીની રકમ પ્રવાસ ઉપાડવાના દસ દિવસ પહેલા રોકડા પુરા ભરવાના રહેશે

  •         પાંચ વર્ષ સુધીના બાળકો ફ્રી.... ફ્રી.... ફ્રી....

  •         જીએસટી ટેક્સ ટિકિટના દર ઉપર અલગથી આપવાનો રહેશે

  •      લોનાવાલા, મૈસુર, ત્રિવેન્દ્રમ, કન્યાકુમારી, એલપ્પી, થેક્કડી, મુન્નાર, કોચીન, હૈદરાબાદ, નાસિક, સાપુતારા આ બધા સ્થળ ઉપર લોકલ સાઈટસેઇન્ગ સ્વખર્ચે રહેશે

ભોજન વ્યવસ્થા :

  •          પ્રવાસ દરમિયાનસવારે- ચા કોફી નાસ્તો, બપોરે- ગુજરાતી ભોજન, સાંજે- હળવુંભોજન - શુદ્ધ ગુજરાતી શાકાહારી આપવામાં આવશે.

  •          કંપનીનું પોતાનું કેટરિંગ (રસોડું) સાથે રહેશે.

  •          ભોજન વ્યવસ્થા બુફે રહેશે.

  •          મુસાફરી દરમિયાન રસ્તામાં ધાબામંદિરપંપ ,વગેરે જગ્યાએ બસ ઊભી રાખી જમવાનું બનાવવામાં આવશે.

  •          સ્વામિનારાયણ તથા જૈન પ્રવાસી માટે અલગ વ્યવસ્થા કરી આપવામાં આવશે .

  •           કોઈપણ પ્રકારની રૂમ સર્વિસ તેમજ એક્સ્ટ્રા સર્વિસ મળશે નહીં .

  •          બસ પ્રવાસમાં છેલ્લા દિવસનો નાસ્તો અને જમવાનું સ્વખર્ચે રહેશે.

રહેઠાણ વ્યવસ્થા

·       સાદી અને સારીસ્ટાર વગરનીરેગ્યુલર ગ્રેડની ,અટેચ બાથ સાથેની હોટેલમાં રહેવાની વ્યવસ્થા.

·       જે ફેમિલી ત્રીજી વ્યક્તિની ટિકિટ ₹ ભરેલ હશે તે ફેમિલી પોતાના ત્રીજી વ્યક્તિનો સમાવેશ પોતાના રૂમમાં કરવાનો રહેશે .

·       એક રૂમ ફક્ત એક જ એક્સ્ટ્રા બેડિંગ(પલંગ વગર) આપવામાં આવશે.

·       હોટેલના નિયમ મુજબ રૂમમાં ચેક-ઇન,ચેક-આઉટ કરવાનો રહેશે.

·       હોટલમાં કરેલ નુકસાની પ્રવાસીએ જાતે જ તે જ સ્થળે રોકડમાં ચૂકવવાની રહેશે.

·       દરેક જગ્યાએ હોટલ સુવિધા એક સરખી હોતી નથી.

·       સીટી અંદર-બહાર એક સાથે તેમજ અલગ-અલગ બે ત્રણ હોટલમાં રહેઠાણ વ્યવસ્થા કરવામાં આવશે.

·       દરેકને એક સરખા રૂમ મળશે નહીં.

·       હોટલમાં નહાવા માટે સાબુટુવાલ,શેમ્પૂ,અંગત જરૂરિયાતની પોતાની વસ્તુઓ વાપરવાની રહેશે.

વાહન વ્યવસ્થા

  •         કંપનીના મેનેજમેન્ટ હેઠળ પોતાની અથવા અન્ય ટ્રાવેલ્સની પ્રવાસીઓની સંખ્યા મુજબ એટલી જસીટની બસ ભાડે લઈ પ્રવાસનું આયોજન કરવામાં આવશે.

  •          મોટા શહેરોમાં જોવાલાયક સ્થળોએ સાઇટ સીન માં એક જ વખત બસ જશે.

  •          સંજોગો વસાત કોઈપણ સ્થળ - જાહેર રજા અથવા કોઈ પણ કારણસર બંધ રહેશે તો બસ ફરી લઈ જવામાં આવશે નહીં.

  •          સોમવારે દિલ્હીશુક્રવારે આગરા બંધ રહે છે.

  •          બસ જ્યાં સુધી જઈ શકતી હોય ત્યાં સુધી લઈ જવામાં આવશે.ત્યાંથી પ્રવાસીએ નાના વાહનમાં સ્વખર્ચે જવાનું રહેશે.

  •          નો એન્ટ્રીમાં બસ લઈ જવામાં આવશે નહીં.

  •          બસ પ્રવાસીઓના લગેજ બસમાં રહેશે.ચડાવવા ઉતારવાની વ્યવસ્થા કંપનીના માણસો દ્વારા થશે.

  •          બસથી રૂમ સુધી લઈ જવા અને લાવવાની જવાબદારી પ્રવાસીઓની પોતાની રહેશે.

એસી બસ માટે નિયમો

  •          પ્રવાસ દરમિયાન એસી બસમાં મિકેનિકલ અવરોધ આવશે અને એસી રીપેર થઈ શકે નહીં તો રિફંડ કે વળતર મળશે નહીં. તેમજ ચાલુ પ્રવાસે રસ્તામાં બીજી બસ બદલાશે નહીં.

  •          જે બસમાં એસી બંધ થશે તે જ બસમાં નોન એસી માં મુસાફરી કરવાની રહેશે.

  •          ઉનાળાની ગરમીમાં તાપમાન વધારે ગરમ રહેતું હોવાથી બસના પતરા અને કાચ ગરમ થઇ જાય છે. તેવા સંજોગોમાં બસમાં સામાન્ય ઠંડક જળવાઈ રહેશે.

  •          એસી બસમાં વધારે કુલિંગની અપેક્ષા રાખવી નહીં અને કુલીંગ નોર્મલ જળવાઈ રહેશે તેની ગ્રાહકોએ નોંધલેવી.

  •          એસી બસમાં અને નોન એસી બસમાં રહેઠાણ વ્યવસ્થા ભોજન વ્યવસ્થાઅને આપવામાં આવતી સગવડો સરખી જ હોય છે. ફક્ત એસી બસ સિવાય બીજી કોઈપણ જાતની વધારાની સગવડ આપવામાં આવતી નથી.

  •          પહાડી રસ્તાની મુસાફરી દરમિયાન એસી, બસમાં બંધ રાખવામાં આવશે.

  •          જે બસમાં વધારે બુકિંગ હશે તે જ બસ ઉપડશે. તે પ્રમાણે ભાવ તફાવતની લેવડ દેવડ કરી લેવામાં આવશે .દા.ત .એસી બસમાં વધારે બુકિંગ હોય અથવા નોન એસી બસમાં વધારે બુકિંગ હોય તો તે જ બસ ઉપડશે અને તે પ્રમાણે ભાવ તફાવતની લેવડ દેવડ કરવામાં આવશે.

અંગત ખર્ચ

·       મિનરલ વોટરપ્રીમિયમ મેડિકલ ખર્ચ,જોવાલાયક સ્થળોની પ્રવેશ ફી બોટીંગરાઇડિંગ ,શિકારાહાઉસ બોટ,સ્વિમિંગ,ટટુ,ડોલીઘોડાકુલી,મજૂરી,ગાઈડ,રૂમ હીટરએર કન્ડિશનઓકટ્રોયકસ્ટમ ડ્યુટી,રીક્ષા,સુમો વગેરે વિહિકલ ખર્ચ,લોન્ડ્રી,ગરમ પાણી,સાબુ,શેમ્પૂ ,ટુવાલ ,ટેલીફોન તથા મોબાઇલ ખર્ચ સમાવેશ ટિકિટમાં કરેલ નથી.

પ્રવાસ બુકિંગ કેન્સલ કરાવવા સંબંધિત નિયમો

  •          ટુર કેન્સલ કરાવવા પેસેન્જર એ અરજી લેખિતમાં/મેલમાં/વહાર્ટસપમાં જે ઓફિસે બુકિંગ કરાવ્યું હોયતે ઓફિસે અરજી આપવાની રહેશે.

  •          ફોન ઉપર બુકિંગ કેન્સલ તેમજ ફેરફાર કરવામાં આવશે નહીં.

  •          અરજી મળ્યા પછીનીચેની શરતો મુજબ રકમ આપવામાં આવશે.

  •          1)રૂપિયા 5000/-પ્રતિ સીટ દીઠ(નોન રિફન્ડેબલ/ટ્રાન્સફરેબલ).

  •          2) ઉપડવાના પાંચ દિવસ અગાઉ ટોટલ રકમની 50% રકમ કપાશે.

  •          3) ટુર ઉપડવાના ત્રણ દિવસ અગાઉ ટોટલ રકમની ૭૫% રકમકપાશે ત્યારબાદ કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

  •          ચાલુ પ્રવાસ દરમિયાન કોઈપણ સંજોગોમાં પ્રવાસ છોડીદેનાર તથા કેન્સલ કરનારને કોઈપણ જાતનું રિફંડ મળશે નહીં.

સામાન્ય માહિતી

  •          પ્રવાસ રદ,કેન્સલ.મોકૂફ કરવાની સંપૂર્ણ સત્તા સંચાલક ની રહેશે.

  •          પ્રવાસ ઉપડવાની બાબતે ચોક્કસ તારીખ સમયમાં ફેરફાર અંગેની માહિતી બે દિવસ અગાઉ દરેક પ્રવાસીએ રૂબરૂમાં/ ટેલીફોન થી ઓફિસ સમયમાં મેળવી લેવી.

  •          બસ ખરાબી અકસ્માતદરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

  •          કોઈપણ જાતના અકસ્માતમાં કંપની તરફથી વળતર કે રિફંડ મળશેનહીં.

  •          પ્રવાસીઓએ પોતાના જોખમે જ પ્રવાસ કરવાનો રહેશે.

  •          લૂંટફાટ,ભાંગફોડ,ચોરી,અકસ્માત,મૃત્યુ કે નુકસાન થાય તેવા સંજોગોમાં કોઈ પ્રવાસ રદ મોકૂફ કરવોપ્રવાસમાં જરૂરી ફેરફારો,હોટલમાં રૂમ ના મળે તેવા સંજોગોમાં વ્યવસ્થામાં ફેરફાર કરવાનો સંચાલકને તેમજ ટૂર મેનેજરને સંપૂર્ણ હક રહેશે.

  •          બસ પ્રવાસ હોવાથી વહેલા-મોડા તેમજ જમવાનું મોડું થવાની શક્યતા રહે છે.

  •          કોઈપણ કારણસર પ્રવાસ અટકશે તો ટ્રેનડેઇલી સર્વિસ તથા બીજા વાહન થી પ્રવાસ પૂરો કરાવવા પ્રયત્ન કરવામાં આવશે અને જો દિવસમાં વધારો કરવામાં આવશે તો પ્રવાસી દીઠ એક દિવસના રૂપિયા 1500/- ટુર મેનેજર ને આપવાના રહેશે.

  •          સ્વેચ્છાએ પ્રવાસ છોડી જનાર તથા કેન્સલ કરનારે રિફંડ કે વળતર મળશે નહીં.

  •          પ્રવાસ સંચાલનમાં અવરોધ ઊભા કરનારને કે ઉશ્કેરણી જનક કે ખરાબ વર્તન કરનાર ,સમયસર ન આવનાર,પ્રતિબંધિત ચીજ વસ્તુ લાવનારને રસ્તામાં ઉતારી દેવામાં આવશે.

  •          પ્રવાસ એ સર્વિસનો ધંધો છે તથા વિવિધ સંસ્થાઓ ની સેવાઓનો લાભ લેવામાં આવે છે.તેમાં અમારા કાબુબહારના સંજોગોમાં અગવડતા પડવાની સંભાવના છે .

  •          પ્રવાસ દરમિયાનદરેક પ્રવાસીએ સહનશીલતા રાખવાની રહેશે .

  •          રોગ પીડિત કે માનસિક અસર થતી હોય તેવાકોમળ પ્રકૃતિ વાળા પ્રવાસીઓએ પ્રવાસમાં સામેલ ના થવું.

  •          પ્રવાસીઓએ સ્ટાફના સભ્ય સાથે સભ્યતા,શિસ્તપાલન,સંયમ પૂર્વક વતનકરવાનું રહેશે.

  •          કોઈપણ જાતની ફરિયાદ સૂચન ઓફિસમાં ચાલુ પ્રવાસે જાણ કરવા વિનંતી.

  •          પ્રવાસીઓએ પ્રવાસ દરમિયાન સ્ટાફની કોઈપણ વ્યક્તિ સાથે નાણાકીય કે અન્ય લેવડ દેવડ કરવી નહીં,તે અંગે અમારી કોઇ જવાબદારી રહેશે નહીં.

  •          પ્રવાસીઓએ નીતિનિયમો અગવડતા વગેરે રૂબરૂ મૌખિક માં તથા વાંચીને સમજીને વિગતવાર ખુલાસો મેળવ્યાબાદ અમારા નિયમોને અગવડતા વગેરે અંગે કોઈપણ જાતનો વાંધો કે ગેરસમજ થતી હોય તોપહેલા ખુલાસો કરીને જ બુકિંગ કરાવવું .

  •          ત્યારબાદ કોઈપણ જાતની તકરાર-દલીલ ચાલશે નહીં.

  •          પ્રવાસીઓ અમારાનીતિ નિયમો પાળવા બંધાયેલા છે.

  •          પ્રવાસને અવિસ્મરણીય આનંદદાયક સફળ બનાવવા આપ સૌનો સાથ સહકાર ઘણો જ જરૂરી છે.